
કારણ નથી હોતું
June 28, 2006બધી જ વાતો માની લેવાનું કોઇ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું.
ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.
લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.
ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.
“અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.