
વર્ષો પછી
August 7, 2006હેલે ચડ્યો છે વરસાદ આજ વર્ષો પછી,
મન મુકીને વરસ્યો મેહ આજ વર્ષો પછી.
ભીઁજાયા છે તરસ્યા હોઠ આજ વર્ષો પછી,
છીપાઇ છે ચાતકની તરસ આજ વર્ષો પછી.
ભીની થઇ છે આ ધરા આજ આજ વર્ષો પછી,
ઊડી છે માટી ની સોડમ આજ વર્ષો પછી.
મળ્યા છે પ્રેમી હ્રદયો આજ વર્ષો પછી,
પુરાવી છે મૂક હાજરી વર્ષાએ આજ વર્ષો પછી.
થૈ દૂર વ્યથા જુદાઇની આજ વર્ષો પછી,
રડ્યો છે ખૂબ “અર્ષ” આજ વર્ષો પછી.
છોડ્યુઁ છે એમણે તડપાવવાનુઁ આજ વર્ષો પછી,
આવ્યા છે મારી સમીપ એ આજ વર્ષો પછી.