
જિઁદગી
November 4, 2006કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.
છો ને સતાવે તમને એ ક્ષણો,
કરી તો જુઓ યાદ એને, છો ને એ પુરાની છે.
થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.
ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.