Posted by: arsh | જૂન 28, 2006

કારણ નથી હોતું

બધી જ વાતો માની લેવાનું કોઇ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું.

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.

લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.

ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.

“અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.

Advertisements

Responses

  1. “લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,”

    Toooooo..Good !! Line

  2. કારણ નું પણ કારણ – ખુબજ સરસ

  3. તમારી વાતો માની લેવાનુ મન થાય છે.કારણકે દરેક વાત નુ કોઇ કારણ નથી હોતુ.માન્યુ કે પર્વત પરથી ઉતરતી દરેક નદી સાગર ને મળવા ઉત્સુક હોય છે પણ એ એક માત્ર કારણ હોય છે એમ ના કહી શકાય. નિરાશાઓ વચ્ચે રહેલી એ આશાઓ જ તો આભસી મિલનો ને વાસ્તવિકતાઓ તરફ લઇ જવાનુ સરળ કામ કરે છે.

    હિમાદ્રી

  4. ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
    છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.

    લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
    કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.

    Very Nice lines..!!

    મરિચિકા એટલે ? ઝાંઝવાના જળ કહેવાય એ જ ? કે કંઇ બીજું?

  5. Yes you are correct.

  6. પ્રિય મિત્ર,

    આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે ઉમેરવા વિનંતી છે:

    શબ્દો છે શ્વાસ મારાં
    http://www.vmtailor.com

    વિવેક

  7. ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
    કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.

    સુંદર રચના છે મિત્ર !!!

  8. Thanks Amit…..

  9. બહુ જ સરસ લખો છો તમે. ASIC નો અર્થ સમજાવશો? મારો કોન્ટેક્ટ –

    sbjani2004@yahoo.com
    મરો બ્લોગ
    sureshbjani.wordpress.com

  10. ASIC means Application Specific Integrated Circuit.

    Basically, I am in VLSI domain. My main job is to verify chips.

  11. good, realy good.

  12. khub sundar…

    “અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
    કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.

    very gud..

  13. tamaro blog joine bahuj Harsh thayo…….khubaj sundar lakho chho……keep it up

  14. “અંતરની જ્યોત કેરું પ્રતિબિંબ એ હતી, ને એટલે પતંગને જલતી શમા ગમી.” -by manubhai trivedi.

  15. “નદીનો ઉદભવ પર્વત થકી ને અસ્તિત્વ દરિયા સુધી જ . એટલેજ પર્વત અભિમાની છે ને દરીઓ વિશાળ.” me

  16. “નદીનો ઉદભવ પર્વત થકી ને અસ્તિત્વ દરિયા સુધી જ . એટલેજ પર્વત અભિમાની છે ને દરીઓ વિશાળ.” radhika


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: