Posted by: arsh | નવેમ્બર 27, 2009

દિલ પૂછે છે મારૂ…..

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

– પ્રેમ

Advertisements

Responses

  1. Wonderful poem with good message

  2. Truely said.. How do we change? Is it yours??

  3. ઘણી જ સુંદર અને સચોટ અભિવ્યક્તિ કરતી રચના માટે ખૂબ ખૂબ અભિનંદન.

    અમૃતગિરિ ગોસ્વામી

  4. “જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

    દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.

    આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
    લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ (ક્યાં) જવાય છે.

    ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
    હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
    કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
    થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.

    ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

    જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.”

    wonderful and excellent

  5. Sister

    Very good poem,

    I like it

    excellent

    Thanx

    Dr. Kishorbhai M.Patel

    Surat, Gujarat, India

  6. અદભૂત …

    કદાચ આજ ના સંજોગ માં તમામ ખાનગી નોકરિયાત ની અંગત વાત .

  7. Vah > dost khub j saras vat laki che

  8. કવિતા બહુ જ ગમી.
    આ ‘ પ્રેમ’ એટલે કોણ?

  9. વાહ ! ખૂબ જ સુંદર રચના !

  10. Waaaaaaaaa
    kya Kavita Hai
    Muje aachi lagi ye kavita.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: