પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું ઃ તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

—રમેશ પારેખ

Advertisements
Posted by: arsh | નવેમ્બર 4, 2006

જિઁદગી

કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.

છો ને સતાવે તમને એ ક્ષણો,
કરી તો જુઓ યાદ એને, છો ને એ પુરાની છે.

થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.

ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

Posted by: arsh | ઓગસ્ટ 7, 2006

વર્ષો પછી

હેલે ચડ્યો છે વરસાદ આજ વર્ષો પછી,
મન મુકીને વરસ્યો મેહ આજ વર્ષો પછી.

ભીઁજાયા છે તરસ્યા હોઠ આજ વર્ષો પછી,
છીપાઇ છે ચાતકની તરસ આજ વર્ષો પછી.

ભીની થઇ છે આ ધરા આજ આજ વર્ષો પછી,
ઊડી છે માટી ની સોડમ આજ વર્ષો પછી.

મળ્યા છે પ્રેમી હ્રદયો આજ વર્ષો પછી,
પુરાવી છે મૂક હાજરી વર્ષાએ આજ વર્ષો પછી.

થૈ દૂર વ્યથા જુદાઇની આજ વર્ષો પછી,
રડ્યો છે ખૂબ “અર્ષ” આજ વર્ષો પછી.

છોડ્યુઁ છે એમણે તડપાવવાનુઁ આજ વર્ષો પછી,
આવ્યા છે મારી સમીપ એ આજ વર્ષો પછી.

Posted by: arsh | ઓગસ્ટ 7, 2006

ચાર હોઠ

અહા!! અદભૂત આનઁદ છવાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

હૈયા નો ઉકળાટ શાઁત થાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

અઁતરની વાતો આઁખોથી થાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

લાગણીની આપ-લે થાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

એક્નો શ્વાસ બીજામા સમાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

પ્રેમની પરાકાષ્ટા સર્જાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

હોઠ સાથે હૈયુઁ પણ ભીઁજાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.

“અર્ષ” ચુઁબન એને જ કહેવાય છે,
જ્યારે મળે છે              ચાર હોઠ.!!!!!

Posted by: arsh | જૂન 28, 2006

કારણ નથી હોતું

બધી જ વાતો માની લેવાનું કોઇ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું.

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.

લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.

ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.

“અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.

Posted by: arsh | જૂન 16, 2006

હાઇકુ

   પાનખર થી
પાનખર સુધી માઁ
   ન આવ્યા પાન.

****************

  રહ્યુઁ ફૂલડુઁ
થોડા દિવસો સાથે
   મુરજાઇ ગ્યુઁ.

Posted by: arsh | જૂન 13, 2006

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે
સાવ ખુલ્લી આઁખો થી થતો મળવાનો વાયદો,
સ્વપ્ન માઁ પડાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો.

ક્યારેય નહી માણી હોય એવી કોઇ મૌસમ નો કલરવ યાદ આવે એ પ્રેમ છે,
દાઢી કરતાઁ જો લોહી નીકળે ને ત્યાઁ જ કોઇ પાલવ યાદ આવે એ પ્રેમ છે,
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો ને તોય આખા ઘર થી અલાયદો.
પ્રેમ એટલે કે….

કાજળ આઁજી ને તને જોઉઁ તો તુઁ લાગે એક છોકરી ને તેય શ્યામવર્ણી,
વાદળ આઁજી ને જોતાઁ એવુઁ લાગે કે મને મુકી આકાશ ને તુઁ પરણી.
પ્રેમ મા તો ઝાકળ આઁજી ને તને જોવાની હોય અને ફૂલો માઁ ભરવા નો હોય છે મુશાયરો.
પ્રેમ એટલે કે…

– ડો મુકુલ ચોક્સી

Posted by: arsh | જૂન 9, 2006

માનવ બનવા દો મને

હું જે કાંઇ કરું છું એ શાંતિથી કરવા દો મને,
દોડાદોડા ની અ દુનિયામા સુખેથી રહેવા દો મને.

જમાનાથી અલગ ચાલી નવો ચીલો પાડવા ઇચ્છુ છું,
નફરત ની આ દુનિયામા પ્રેમ કરવા દો મને.

બહુ ચાલ્યો આ જમાનાની રુઢિગત પ્રણાલિ મુજબ,
વખત અવ્યો છે, આ પ્રણાલિ બદલવા દો મને.

કહેવાય છે કે – છે મનુષ્ય સામાજિક પ્રાણી,
તો, સમાજ મા રહી ને થોડો સામાજિક બનવા દો મને.

"અર્ષ" છે અઘરું સામાજિક કરતાં માનવ બનવું,
તો, શયતાનોની આ દુનિયામા માનવ બનવા દો મને.

Posted by: arsh | જૂન 9, 2006

યાદ

રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને,
પછી કોને ખબર તમને યાદ રહું ન રહું.
                                    કેતન વરુ

Posted by: arsh | જૂન 9, 2006

સ્મરણ

હવે તમે આવો તો જ વરસાદ જેવું થાય્,
માત્ર સ્મરણ થી તો માવઠું જ થાય છે.

                                    કેતન વરુ

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ