Posted by: arsh | જૂન 8, 2010

‘મુખવાસ’

મુખવાસ
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથીતેની ચિંતા છોડશો તો છેતેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ડરની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !
Posted by: arsh | માર્ચ 6, 2010

ભગવાન ને પત્ર

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર
આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ
છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને
મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ
ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુ’તુ કે તુ
સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત
સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છેઅને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!

પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો
ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?

પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને
૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર
મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!

Following one is the best one

પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક
ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી
દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…! જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પ સે…અને મારી પાસે પણ…!

લી.

એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌

Posted by: arsh | ડિસેમ્બર 23, 2009

NAMO Chalisa !!!

Namo Chalisa

Posted by: arsh | નવેમ્બર 30, 2009

આને કહેવાય ગુજરાતી !!!

G :- ગજબ
U :- યાદ રહીજાય તેવા
J  :- જક્કાસ
A :- અલ્ટિમેટ
R :- રાપ્ચિક
A :- એડવાન્સ
T :- ટકાટક
I  :- ઈન્ટેલીજન્ટ

હવે ગુજરાતીમાં સાંભળો

ગુ :- ગુચવી નાખે તેવા
જ :- જબ્બર માઈન્ડ વાળા
રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)
તી :- તીર જેવા ધારદાર.

Posted by: arsh | નવેમ્બર 27, 2009

દિલ પૂછે છે મારૂ…..

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

– પ્રેમ

Posted by: arsh | નવેમ્બર 18, 2009

મારે ફરી ઍક વાર શાળા ઍ જવુ છે.

મારે ફરી ઍક વાર શાળા ઍ જવુ છે.

Posted by: arsh | નવેમ્બર 3, 2009

મારા હ્રદયની વાત

મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,
વર્ષો વીત્યે ફરી મળ્યાતો વહી રહ્યો છુ આજ.

કાલે સવાર પડતા ઝાકળ ઉડી જશે,
ખરતા ફૂલો મહી જરા સુગંધ રહી જશે;
ફૂલો ના આંસુઓની કથા કહી રહ્યો છુ આજ.
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,

દરિયો ઉલેચ્યો પાંપણે ને આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મોતી તણા માંડી’તી કેવી ખેપ;
મોતી થવા ની કોરી વ્યથા સહી રહ્યો છુ આજ.
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,

Posted by: arsh | સપ્ટેમ્બર 23, 2009

સૂની હૅવેલી

દિલમા યાદોની ઍક સૂની હૅવેલી છે,
જેમા દરેક ખંડે તારી તસ્વીર મૂકેલી છે.

કંઇક કેટલા વરસો વીતી ગયા મળ્યે,
કિંતુ તમારી યાદોની દુલ્હન નવી નવેલી છે.

ક્યારેક ચૂમી હતી જેને તમે પ્રેમથી,
હજુ સુધી ઍવીને ઍવી ભીની મારી હથેળી છે.

રોયો નથી ‘અર્ષ’ તમારા ગયા પછી,
કહે છે કે ઉદાસી ઍણે આંખોમાં પાળી છે.

Posted by: arsh | ઓગસ્ટ 3, 2009

બેડા લઈ ને હુ તો હાલી રે.

સાત હાથ સિચણ ને બાર હાથ કૂવો,
પાણિયારા પડ્યા ખાલી રે; બેડા લઈ ને હુ તો હાલી રે.

આવી આવી ઠરે પાપણ થી ડૂમો,
ક્મખા માં ઢેલ પાડી રે ;બેડા લઈ ને હુ તો હાલી રે.

ફાગણ માં ફૂટડી ની વૈશાખે વ્હેલી;
ભાદરવે ભમરાળી રે; બેડા લઈ ને હુ તો હાલી રે.

ખોળ્યા પાતાળ ઍણે ખોળ્યા અંધારા;
અજવાળે ભરી થાળી રે; બેડા લઈ ને હુ તો હાલી રે.

– વિનોદ જોષી

Posted by: arsh | જુલાઇ 15, 2008

બહાર વરસાદ છે!!!!

કુદરત નો આ એક અલગ અઁદાઝ છે,
મન કોરાઁ ધાકોડ, બહાર વરસાદ છે!

જાનુ છુ, ક્યારેક મૌન પણ એક સઁવાદ છે,
ચાલ અબોલા માણિયે, બહાર વરસાદ છે!!

તડપાવે છે બન્ને, એક તારી જુદાઇ, બીજી તારી યાદ છે,
ક્યાઁ અટવાયો છે “અર્ષ્”? બહાર વરસાદ છે!!

Older Posts »

શ્રેણીઓ